ભરૂચ તાલુકાના સિતપોણ ગામના નાળામાં એક યુવક પડી જતા ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાંચ કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.જ્યારે સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં 24 મી જુલાઈના રોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેમાં ભરૂચ તાલુકા સિતપોણ ગામમાં પણ વરસાદના કારણે નાળા છલકાઈ ગયા હતાં. આ સમયે ગામનો યુવાન અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.આ અંગેની જાણ થતાં ગ્રામજનોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જવાનો સાથે સ્થળ પર દોડી આવી યુવકની શોધખોળ આરંભી હતી.અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.

ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ પણ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરુચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com