તાજેતરમાં ભરૂચના ટંકારીયા સ્થિત એમ એ એમ હાઇસ્કૂલમાં યોજાયેલી બાળ સંસદ ચુંટણીમાં વિજેતા જાહેર થયેલા બાળ નેતાઓએ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. ગત તા. ૨૦/૦૭/૨૦૨૪ ને શનિવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલમાં લોકશાહી ઢબે બેલેટ પેપરથી બાળ સંસદ ચુંટણી યોજાઇ હતી. શાંતિથી ચુંટણી સંપન્ન થઇ હતી. મત ગણતરી પૂર્ણ થયા બાદ વિજેતાના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજરોજ શાળાના મદની હોલમાં તમામ બાળકો શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળની હાજરીમાં વિજેતાઓને ખુબ-ખુબ અભિનંદન આપી શાળાના આચાર્યએ તમામ નેતાઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

હોદ્દા ધારણ કરનારમાં હેડ બોય તરીકે રોકડ મુહમદ, હેડ ગર્લ તરીકે જેટ માહેરા, સ્પોર્ટસ કેપ્ટન તરીકે પટેલ મુહમદ હુસૈન, કલ્ચરલ કેપ્ટન તરીકે ભાંડિયા ફાતેમા,બ્લુ હાઉસ કેપ્ટન્સ તરીકે ઓટલાવાલા ફાતેમા, વાઈસ કેપ્ટન તરીકે કમ્પાઉન્ડવાલા આલિયા, ગ્રીન હાઉસ કેપ્ટન્સ તરીકે પઠાણ માહેનુર , વાઈસ કેપ્ટન તરીકે પટેલ હસ્નૈન, રેડ હાઉસ કેપ્ટન્સ તરીકે ગોદર ફૈઝ, વાઈસ કેપ્ટન તરીકે જમાદાર ઝૈનબ, યલો હાઉસ કેપ્ટન્સ તરીકે પટેલ સૈફાન અને વાઈસ કેપ્ટન તરીકે પટેલ જૈબાએ પોતાના હોદ્દા ગ્રહણ કર્યા હતા.

શાળાના મદની હોલમાં ચુટાયેલા વિદ્યાર્થીઓને સ્લેસ પહેરાવવામાં આવ્યા હતા અને શાળાની નવી ૨૦૨૪-૨૫ની કાઉન્સિલ સમિતિને આવકારવામાં આવી તમામ બાળ સંસદમાં ચુયેલા તમામ સભ્યોને કાર્યની વહેચણી કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com