Geo Gujarat News

આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાં

આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાત ની ખેડૂતો સાથે મિટિંગ યોજાઈ હતી.ખેડૂતોને અસરકર્તા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી હતી. આગામી સમયમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડતની હુંકાર કરી હતી.મિટિંગમાં તાલુકા ભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો. કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને,ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે,અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે,તેમનુ આરોગ્ય સચવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ખેડૂતો ને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવાર નવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી,પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવિણસિંહ સિંધા,પ્રદેશ ઉપ પ્રમુખ ડૉ. રાઉલજી,પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક,જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા,આમોદ અને જંબુસર તાલુકાના હોદેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોમાં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી..

આ તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતોના કનડતા પ્રશ્નો સામે કઈ રીતે લડત આપી શકાય,તેમજ તેમણે હાલ ની ખેડૂતોને સતાવતી પ્રદુષણ ની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.સ્થાનિક રોજગારી અને ઉદ્યોગિક પ્રદુષણ મુદ્દે GPCB જો કોઈ નક્કર પગલાં નહિ લે તો કિસાન સંઘ પ્રદુષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્ર ને ઉઘાડા પાડવાનું કામ કરશે.આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા કોરિડોર, એક્સપ્રેસ વે,બુલેટ ટ્રેનના પ્રોજેકટથી ખેતીને થયેલ નુકશાન મુદ્દે પણ તંત્ર જો કોઈ કાર્યવાહી નહિ કરે તો કિસાન સંઘ ખેડૂતો માટે આરપારની લડાઈ લડશેની ચીમકી જિલ્લા પ્રમુખ સુધીરસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

કિસાન દેશની શાન,ખેડૂતોએ સંગઠીત થવાની જરૂર : દેવુભા કાઠી

આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર ઝફર ગડીમલની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે જંબુસર અને આમોદ તાલુકા ના સરપંચ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાંસદીયાની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતો એ તેમને વધાવી લીધા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *