Geo Gujarat News

સાવલી:- ગોઠડા ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વિવિધ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરાયું

સાવલી તાલુકાના ગોઠડા ગામે શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સુફી સંત મખદુમ જહાંગીર સીમનાનીના પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો યુવાનો તેમજ ટ્રસ્ટના હોદ્દેદારોએ ગામની ધાર્મિક સ્થળોએ તેમજ જાહેર સ્થળોએ માનવ જીવનને ઉપયોગી એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે સૌ હાજરજનો તેમજ ગ્રામજનોને જિંદગીમાં એક વૃક્ષ વાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વાવેલા વૃક્ષોના જતન કરવા માટે સૌ કોઈને જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ પ્રસંગે સૈયદ અબ્બાસ અલી તેમજ જુનેદ સૈયદ સૈયદ જેનુદ્દીન અને ફૈઝાંન ભાઈ સહિતના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વૃક્ષોની માનવ જીવનમાં ઉપયોગીતા વિશે જાગૃતિ ફેલાવી હતી. અને મનુષ્ય કલ્યાણ અર્થે તેમજ માનવજાતિ માટે વૃક્ષોની મહત્વતા મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *