આમોદ તાલુકાના કોલવણાની સીમમાં હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત નિપજવાનો મામલો..

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ..

જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમ.એ.ગોહિલ, લાઈનમેનને ૨૨૦ કેવી સુવા-ગવાસદ લાઈનના લોકેશન નંબર ૮૬ પર ફરજ દરમ્યાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય ત્રણ કર્મચારીઓને ઇજા થવાના બનાવ માં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઊર્જા મંત્રીને સંબોધેલ આવેદનપત્ર ઝોનલ કમિશનર અને અધિક ઇજનેરને પાઠવી કાર્યવાહીની માંગ કરી છે.

વીજ કંપની કર્મચારીઓમાં અધિકારીઓ સામે રોષ.!!
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના સેક્રેટરી ચિરાગ શાહ તેમજ અન્ય હોદ્દેદારો અને કર્મચારીઓએ મૃતક એમ.એ.ગોહિલના પુત્રને સાથે રાખી પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમ.એ.ગોહિલ, લાઈનમેનને ૨૨૦ કેવી સુવા-ગવાસદ લાઈનના લોકેશન પર ફરજ દરમ્યાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય ત્રણ કર્મચારીઓને ઇજા થયેલ છે. આ સુવા-ગવાસદ લાઈન તારીખ: ૨૩.૦૭,૨૦૨૪ થી આજ દિન સુધી હજુ પણ ફોલ્ટમાં છે અને સદર દિવસો દરમ્યાન ભરૂચ સહિત આજુ બાજુના જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય વરસાદ સતત પડી રહ્યો છે. જેથી ખૂબ જ પાણી ભરાઈ ગયેલા છે. સદર બાબતમાં જીયુવીએનએલ અને જેટકો કંપનીના ડિઝાસ્ટરના પ્રસ્થાપિત નિયમ મુજબ ભરૂચ સર્કલના અધિક્ષક ઈજનેર દ્વરા યોગ્ય નિર્ણય ન લેવાની શંકા થતી જણાયેલ અને જેના પરિણામ સ્વરૂપમાં સંસ્થાના કર્મચારી એમ.એ.ગોહિલને પ્રાણ ઘટક અકસ્માત સાથે સાથે ત્રણ કર્મચારીઓને ઇજા થઇ છે.

જેમાં વધુમાં જણાવાયું છે કેબતારીખ: ૨૩,૦૭,૨૦૨૪ થી સદર લાઈન ફોલ્ટમાં હતી ચોમાસાની ઋતુના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સકર્યુલર મુજબ સુપ્રિટેન્ડિંગ ઇજનેર દ્વારા ફોલ્ટ એટેન્ડ કરવા જીયુવીએનએલ અને જેટકોના પ્રસ્થાપિત નિયમાનુસાર કોન્ટ્રાકટ એજન્સીને બોલાવી ઝડપીમાં ઝડપી કામગીરી કરાવવાની હોય છે છતાં આ કામગીરી કેમ સ્ટાફ પાસે કરાવવામાં આવી.? તે વિચારવાની બાબત છે. શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કોટ્રેક્ટરોનું લિસ્ટ ફક્ત માહિતી પુરતું રાખવામાં આવે છે ? ઇમરજન્સી કામગીરી અનવયેના પ્રસિદ્ધ કરેલ પાવર ઓફ કેલિગેશનનો ઉલ્લેખ ફક્ત કાગળમાં બતાવવા માટે જ રાખેલ હોય તેવું સ્પષ્ટ થાય છે. આથી, જો ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર પી.એન.પટેલ દ્વારા ડિઝાસ્ટરના કંપનીના પ્રસ્થાપિત નિયમાનુસાર પ્રાઈવેટ એજન્સીને બોલાવી સદર ૨૨.૦ મીટરના ટાવર પર સમારકામની કામગીરી કરાવેલ હોત તો એમ.એ.ગોહિલ, લાઈનમેનનો પ્રાણ બચાવી શક્યા હોત.તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા સાઈટ વિઝીટ પણ કરવામાં આવે નથી તેથી આ બનાવની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે આ મુદ્દે જરૂર પડે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
https://youtu.be/3agTGGjFPAk?si=5tomBykXfsrey0u_

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com