ભરૂચના કેબલ બ્રિજ પર ગાડીમાંથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આજરોજ બપોરના સમયે એક કાર ચાલક ભરુચ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો.આ સમય દરમિયાન કેબલ બ્રિજ પર ચાલક પહોંચતા જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાં ચાલક સમય સૂચકતા વાપરી ગાડીને ઉભી રાખીને સમય સુચકતા વાપરીને ગાડીની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ આગે ગાડીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે આગના જવાળાની મુખમાં આવી જતાં તે આખી કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com