કરજણના મેસરાડ સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ૭૦ દ્વારા ગામના કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોઇ દરેક ગામમાં સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.

જે અંતર્ગત આજરોજ મેસરાડ ગામમાં પણ સેવાભાવી સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટ તેમજ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા ગામના કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરી એક ઉમદા કાર્ય કર્યું હતું. આયોજિત કાર્યક્રમમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારો માજીદ અશરફી જમાદાર, હાફિઝ હુસૈન અશરફી, નઇમ અશરફી, હમઝા અશરફી તેમજ ગામના ઉત્સાહી નવયુવાનોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઇ એક સરાહનીય કાર્ય કર્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com