Geo Gujarat News

વાગરા: જ્યુબીલન્ટ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમો ઝબ્બે

વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, અટાલી ગામની સિમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમીકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઇરાદે ફરે છે. સદર બાતમી મુજબ મેહાલી સ્કુલની પાછળ રોડ ઉપર એક મારૂતિ સુઝુકી સ્વીફટ ગાડી નં-GJ-16-CS-4838 ની મળી આવેલ હતી. જે ગાડીમાં ચાર ઇસમો તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ, જે પાવડર બાબતે સદર ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજુ કરવા જણાવતાં કોઈ બિલ કે આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતા.

ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીષ વસાવા તથા વિશાલ વાસાવા નાઓએ જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જી.આઇ.ડી.સી.માં આવેલ જ્યુબીલન્ટ કંપનીમાંથી અમો બંન્ને તથા સમીર રાઠોડ તથા અજય દાંડા નાઓએ સાથે મળી કેટાલીસ્ટ પાવડર ચોરી કરેલ, જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે ચારેક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબુલાત કરી હતી. જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદામાલ સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડી આમ બન્ને જગ્યા ઉપર સદર ઇસમોના કબ્જામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૧૧,૮૪,૦૦૦/- નો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ B.N.S.S અલગ-અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મૂદામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) મહેશભાઇ વિઠ્ઠલભાઈ પટેલ ઉ.વ.૪૭ ધંધો-ખેતી હાલ રહે- ૧૦૪-એ, વર્ણીવિલા એપાર્ટમેન્ટ, સીટી સેન્ટર, અંક્લેશ્વર તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- પીલુદ્રા તા-જી-મહેસાણા
( ૨) ઉમેશ ઉર્ફે વિષ્ણુ સુરેશભાઈ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે- દહેજ, બોરડી ફળીયુ તા-વાગરા જી-ભરૂચ
(૩) અક્ષયભાઈ સુરેશભાઈ વસાવા, ઉ.વ.૩૦ ધંધો-લાઇટફીટીંગ રહે-ગામ અંદાડા, વૃંદાવન સો., તા-અંક્લેશ્વર જી-ભરૂચ
(૪) અમિતભાઈ સુરેશભાઈ ઠાકોર ઉ.વ-૩૦ ધંધો-ડ્રાઇવિંગ રહે- દહેજ, નવીનગરી તા-વાગરા જી-ભરૂચ
(૫) સુરેશભાઈ ધર્મદાસ રાઠોડ, ઉ.વ.-૨૨ ધંધો-મજુરી રહે-અટાલી, ટેકરા ફળીયુ, તા-વાગરા જી-ભરૂચ
(૬) સતીષભાઈ નટવરભાઈ વસાવા, ઉ.વ-૨૭ ધંધો-ડ્રાઈવિંગ રહે-અરગામા, મસ્જીદ ફળીયુ, તા-વાગરા જી-ભરૂચ.
(૭) વિશાલભાઇ જયંતિભાઈ વસાવા ઉ.વ-૨૨ ધંધો-મજુરી રહે-અરગામા, નવીનગરી તા-વાગરા જી-ભરૂચ

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ

(૧) આરોપી ઉમેશ ઉર્ફે વિષ્ણુ સુરેશભાઈ રાઠોડ નાઓ વિરૂધ્ધ દહેજ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં-૦૪૩૩/૨૦૨૪ પ્રોહી
એક્ટ કલમ-૬૫ (એ)(એ),૮૧ તથા દહેજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૦૦૫૩/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૭
મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે
(૨) આરોપી અમિતભાઈ સુરેશભાઈ ઠાકોર નાઓ વિરૂધ્ધ દહેજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૦૦૯૯/૨૦૨૩ ઈ.પી.કો
કલમ-૩૮૦,૪૧૧,૪૫૪,૧૧૪ તથા દહેજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૦૫૪૧/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,
૪૫૭, ૪૧૧, ૧૧૪ મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.

પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) પ્લાસ્ટીકની થેલીમાં કાળા કલરનો જેનો આશરે ૭ કિલો કેમિકલ પાવડર જેની કિંમત રૂપિયા-૬,૭૯,૦૦૦/-
(૨) એક મારૂતી સ્વીફટ ગાડી નં-GJ-16-CS-4838 ની જેના એન્જીન નં-K12MP 1276390 તથા ચેચિસ નં- MBHCZC63SLK652339 ની કિંમત રૂપિયા 4,60,000
(૩) અલગ અલગ કંપનીના કુમ મોબાઇલ નંગ-૦૬ જે તમામ મોબાઈલની કુલ કિ.રૂ.૫૫,૦૦૦/- આમ, કુલ કિં.રૂ.૧૧,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *