બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ભરૂચ ચેપ્ટર આયોજિત પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોની પ્રથમ બેઠક દમણમાં મળી હતી. ગુજરાત રાજ્ય ભરૂચ ચેપ્ટર BAI નો શનિવારે દમણના દેવકા બીચ રિસોર્ટ ખાતે આયોજિત પ્રથમ પરિસંવાદમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા મહાનુભવો એકમંચ પર એકત્ર થયા હતા. પરિસંવાદનો ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દિવ, દમણ, સિલવાસાના પ્રભારી દુષ્યંત પટેલના મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો હતો. બેઠકમાં BAI ના ભૂતપૂર્વ પ્રમુખ નિમેષ પટેલ, ગુજરાત કોન્ટ્રાકટર એસોસિએશનના ચેરમેન અરવિંદ પટેલ, પશ્ચિમ વિભાગના ઉપપ્રમુખ આંનદ ગુપ્તા મંચસ્થ મહાનુભવો સાથે જોડાયા હતા.
દમણમાં આયોજિત પ્રથમ બેઠકમાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉધોગો માટે વિકાસલક્ષી ભાવિ આયોજન ઘડાયા
ગુજરાત રાજ્ય BAI અધ્યક્ષ સંજીવ શાહ, ભરૂચ પ્રમુખ શૈવ શેઠ, મુખ્ય સ્પોન્સર અમિત પટેલ, સંગઠન સમિતિ અધ્યક્ષ કાર્તિક મામલતદારના એ કાર્યકમને સફળ બનાવવા વિશેષ યોગદાન આપ્યું હતું. બેઠકમાં BAI બાંધકામ ઉધોગનો પરિચય , વિશ્લેષણ અને રાજ્ય અધ્યક્ષનો અહેવાલ રજૂ કરાયો હતો. શ્રમ કાયદા અને ESIC માં નવીનતમ વિકાસ અંગે પ્રશાંત અંબુલગેકર, ઉપપ્રમુખ-HR, મેસર્સ બી.જી. શિર્કેએ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર તેની અસર પર પ્રત્યક્ષ કર સમિતિ અધ્યક્ષ CA તરુણ ઘિયાએ વિગતવાર જાણકારી આપી. સરકારી કરારોમાં કરારની શરતો, RERA, બાંધકામ માટે સામગ્રી અને મશીનરીમાં નવીનતમ પ્રગતિ, પદ્મ પુરસ્કારોથી લાયક કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને માન્યતા આપવી. સભ્યપદ અપડેટ અને પશ્ચિમ ક્ષેત્રમાં નવા BAI કેન્દ્રો સ્થાપવાની યોજના પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ઉપરાંત ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાના બિલ્ડરો, કોન્ટ્રાકટરોએ તેમનું જ્ઞાન, અનુભવો રજૂ કર્યા હતા. વ્યવસાયને લગતી ચિંતાઓને દૂર કરવાની ઉત્તમ તક પરિસંવાદમાં પુરી પાડવાનો પ્રયાસ કરાયો હતો. BAI દ્વારા બાંધકામ ઉદ્યોગને આગળ ધપાવતા સહયોગી વાતાવરણને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરાઈ હતી.
BAI ભરૂચ વિભાગ દ્વારા યોજિત પ્રથમ બેઠકમાં નવીન તકો, પડકારો, કાયદા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ
બેઠકમાં ભરૂચના બિલ્ડરો કિરણ મજમુદાર, રોહિત ચદ્દરવાલા, પંકજ હરિયાણી, વિપુલ શાહ, જીજ્ઞેશ શેઠ, પિયુષ શાહ, વિનય શાહ, કરજીત પટેલ, મનિષ પટેલ, અનંત પટેલ, દિવ્યેશ પટેલ, નરેશ ઠક્કર સહિતના જોડાયા હતા. અંતમાં ડૉ. વિક્રાંત સિંહ તોમરે રુલ ધ વર્લ્ડ લાઇક ક્રિષ્ના વિષય પર મુખ્ય સંબોધન આપ્યું હતું. પરિસંવાદે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગ માટે એક મૂલ્યવાન તક રજૂ કરી હોવાની લાગણી સાથે BAI ગુજરાત પ્રમુખ સંજીવ શાહ અને ભરૂચ પ્રમુખ શૈવ શેઠે આભાર વ્યક્ત કર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com