આમોદ ચાર રસ્તા ઉપર આવેલા બરફના કારખાના પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપરના વીજ તારને અડી જતાં આજે એક કપિરાજને જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો.કપિરાજને પેટના ભાગે કરંટ લાગતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો.અને તે વીજ તાર ઉપરથી છૂટીને વીજ ટ્રાન્સફર્મર ઉપર પડ્યો હતો.

વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચોંટી ગયેલા કપિરાજને સ્થાનિકોએ લાકડીથી દૂર કરી જીવ બચાવ્યો.

કપિરાજને કરંટ લાગતા તે કણસતો હતો ત્યારે સ્થાનિકોની નજર પડતાં તેમણે જીવદયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે પાડયો હતો.અને તેનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ કણસતા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અને કપિરાજ સ્વસ્થ થતાં ત્યાંથી દોડીને ભાગી ગયો હતો.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com