Geo Gujarat News

અંક્લેશ્વર: આઈ.ટી.આઈ ખાતે પ્રવેશસત્ર-૨૦૨૪ નાં બીજા રાઉન્‍ડ માટે ઓનલાઈન પ્રવેશ જાહેરાત

આઈ.ટી.આઈ.અંકલેશ્વર, જી.ભરૂચ ખાતે નવા તાલીમી પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૪માં વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ટ્રેડ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે.પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આઈ.ટી.આઈ. અંકલેશ્વર, ભરૂચ ખાતે પ્રથમ રાઉન્‍ડના અંતે ખાલી રહેલ બેઠકો માટે આ સાથે સામેલ ટ્રેડ/વ્યવસાયમાં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર તા.૨૭/૦૭/૨૦૨૪ થી તા.૦૨/૦૮/૨૦૨૪સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. વધુમાં બીજા રાઉન્‍ડ માટે ચોઈસ ફીલિંગ તા.૦૨/૦૮/૨૦૨૪ થી તા. ૦૬/૦૮/૨૦૨૪ સુધીમાં કરવાનું રહેશે.

આઇ.ટી.આઇ.ખાતે બીજા તબકકામાં પ્રવેશ કામગીરી શરૂ..

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે સ્થાપીત કરેલ હેલ્પ સેન્‍ટર પરથી ઉમેદવારોને સવારના ૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ફ્રી (વિના મુલ્યે), જરૂરી કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરી જેવી કે ઓનલાઈન ફોર્મ ભરવું, ચોઈસ ફીલિંગ તેમજ જરૂરી ફી ભરવા અંગેની કામગીરી કરી આપવામાં આવશે. ફોર્મ કન્‍ફર્મ કર્યા પછી OnlineFees Payment ઓપ્શન પર ક્લીક કરી રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦/- (રૂપિયા પચાસ પુરા) ઓનલાઈન જે તે ઉમેદવારે ભરવાની રહેશે. પ્રવેશફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકની સરકારી/ગ્રાન્‍ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરીને પણ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતા વધારે સરકારી/ગ્રાન્‍ટ ઈન એઈડ/ સેલ્ફ ફાયનાન્‍સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તેમ આઈ.ટી.આઈ.અંકલેશ્વર દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *