Geo Gujarat News

ભરૂચ: પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર, જિલ્લો – ભરૂચ ધો.૬માં ઓનલાઈન પ્રવેશ અંગે

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત, પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, રૂપનગર, જી: ભરૂચમાં ધોરણ-૬ (છ) શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રવેશ પરીક્ષા માટે ફક્ત ઓનલાઈન અરજીપત્ર ભરવા માટે www.navodaya.gov.in અને https://cbseitms.rcil.gov.in/nvs પર જવુ. ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૬-૦૯-૨૦૨૪ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ-૫ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તા.૦૧-૦૫-૨૦૧૩ થી ૩૧-૦૭-૨૦૧૫ ની વચ્ચે જન્મેલા હોવા જોઇએ (બંને તારીખો સહીત) વિદ્યાર્થીઓ ભરૂચ જીલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તથા વિદ્યાર્થીઓના વાલીનું રહેઠાણ પણ ભરૂચ જીલ્લાનું જ હોવું જોઈએ. ઓનલાઈન અરજીપત્ર કરવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ,રૂપનગર,જિ:- ભરૂચમાં અરજીપત્રની હાર્ડ કોપી જમા કરવાની જરૂર નથી. અન્ય માહિતી માટે www.navodaya.gov.in વેબસાઈટ પર જવું. અને www.navodaya.gov.in/nvs/nvs-school/Bharuch /en/home વેબ સાઈટ ઉપર ઓનલાઈન અરજીપત્ર ભરી શકાશે.તેમ આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય, ભરૂચની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *