Geo Gujarat News

ભરૂચ: સાયબર ક્રાઇમની કામગીરી અર્થે નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ક્રાઇમની કામગીરી અર્થે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે.પટેલની અધ્યક્ષતામાં આજરોજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેશ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે એ હેતુથી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

૧૯૩૦ હેલ્પલાઇન મારફતે કોઇપણ નાગરીક કોઇપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઇન ફરીયાદ આપી શકે – નાયબ પોલીસ અધિક્ષક

સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ ડિટેકટ કરવા માટે તેમજ લોકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓથી ભોગ બનતા અટકાવવા માટે તથા લોકોને સાયબર ક્રાઇમથી માહિતગાર તથા જાગૃત કરવા માટે શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ તથા શ્રી મયુર ચાવડા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચના માર્ગદર્શન અને સુચના અન્વયે ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએ પોલીસ અધિકારી/ કર્મચારીઓ સાયબર ક્રાઇમ સંબંધી કામગીરી કરી રહ્યા છે. જયારે કોઇ પણ વ્યકિત સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર તાત્કાલીક સંપર્ક કરી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન ૨૪ x ૭ દરમ્યાન કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઇપણ નાગરીક કોઇપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે.

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમની મળેલી કુલ અરજી પૈકી ૫૯૭ થી વધુ અરજીઓમાં કુલ રૂ. ૨,૪૪,૨૧,૭૬૭ નાણાં રકમ અરજદારોને પરત અપાવવાની કાર્યવાહી પૂર્ણ કરાઈ – નાયબ પોલીસ અધિક્ષક..

આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશયરી બેંક એકાઉન્ટ ફ્રિજ કરાવી ફ્રોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ/લિન માર્ક કરાવી રીફડ આપવાની કામગીરી ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરીયાદ આપવાથી રીફંડ પરત મળવાની શકયતા વધી જાય છે. મહિલા અને બાળકોને ઓનલાઇન જાતીય સતામણી તથા સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવા માટે પોલીસ સ્ટેશન કક્ષાએ મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમ કાર્યરત છે જયારે કોઇપણ માહિલા કે બાળક સાયબર ક્રાઇમ સંબંધી ગુનાનો ભોગ બને ત્યારે કોઇપણ પ્રકારના ડર વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન/સ્થાનિક પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરી ફરીયાદ આપવા નાગરીકોને વિનંતી કરવામાં આવે છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *