Geo Gujarat News

વાગરા: વીંછીયાદ દરગાહ પર ગાંડા બાવાનો શાનો સોકતથી ચોથો ઉર્ષ ઉજવાયો

વાગરા તાલુકાના વીંછીયાદ ગામ ખાતે આવેલ ગાંડા બાવાની દરગાહ પર ચોથો ઉર્ષ ઉજવાયો હતો. સૈયદ સાદાત સહિત વીંછીયાદ, કોલવણા અને દુરદુરથી અનેક ગામના લોકોએ ઉપસ્થિત રહી ઉર્ષની ઉજવણી કરી હતી.

વાગરાના વીંછીયાદ ગામે હજરત મહંમદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ આવેલી છે.ગાંડા બાવાની અનેક કરામતોથી તેમને માનવા વાળા અવગત હતા. તેમનો ચોથો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. કોલવણા ગામેથી તેમનો સંદલ કાઢવામાં આવ્યો હતો.

કર્ણાટકના ગુલબર્ગા શરીફથી સૈયદ નજીબ બાવા અને સૈયદ આમીર બાવાએ હાજરી આપી હતી..

ઉર્સમાં ગાંડા બાવના પીરો મુર્શદ હજરત હસનશાહ કાદરી ઉર્ફે બચુ બાવાના પોત્રા સૈયદ નજીબ બાવા અને સૈયદ આમીર બાવા કર્ણાટકના ગુલબર્ગા શરીફથી ઉપસ્થિત રહી સંદલની વિધિ કરી હતી. આ પ્રસંગે જોન્ટીબાવા,સોયબ બાવા, તોકીર બાવા સહિતના સૈયદ સાદાતો હાજર રહ્યા હતા. ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસીરભાઈ તરફથી બટાકા પુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યુ હતુ. હાજર રહેલા અકીદતમંદ લોકોને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ઉર્સ શરીફમાં ગાંડા બાવાને ચાહવાવાળા સેંકડો લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી દુવાઓ માંગી ધન્યતા અનુભવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *