Geo Gujarat News

વાગરા: પીપલીયા ગામે સટ્ટા બેટિંગનો જુગાર રમતા 2 ખેલી ઝડપાયા, 5 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લામાં દારૂ તેમજ જુગાર જેવું ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ભરૂચ LCB ની ટીમ દ્વારા બાતમીના આધારે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આંખ ફરકનો જુગાર રમતા બે ખેલીને ઝડપી પાડ્યા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો થકી મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી ની ટીમ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, કે પીપલીયા ગામે રહેતા અબ્દુલ જે પોતાના ઘરની બહાર કેટલાક શખ્સોને ભેગા કરી આંક ફરકનો જુગાર રમી રમાડતો હોય, જે ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે વાગરાના પીપલીયા ગામ નજીક મસ્જિદ ફળિયામાં રહેતા અબ્દુલના ઘરની બહાર બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા કેટલાક શખ્સોને ભેગા કરી અબ્દુલ સત્તાબેટિંગનો આ ફરકનો જુગાર રમાડતો હોય તપાસ કરતા એક કાચા પુઠાની ડાયરીમાં જુદા-જુદા આંકડા લખેલા હોય જેથી પોલીસે અબ્દુલ સોહેબસિંહ રાજ તથા અન્ય એક શખ્સ ગોવર્ધન ડાયા પટેલ, ગામ ભેરસમનાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. બંને શખ્સોની પોલીસએ તલાસી લેતા અંગ ઝડપીના રૂપિયા ૩૫૦૦ તથા દાવ પરના રૂપિયા 2900 અને અબ્દુલની અંગ ઝડપીમાંથી રૂપિયા 600 મળી આવેલ હોય પોલીસે કુલ 5230 સહિત જુગારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને રંગે હાથે સત્તાબેટિંગનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *