Geo Gujarat News

અંકલેશ્વર: સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાઈકલો આખરે ભંગારમાં આપવાની નોબત આવી

સરકારી યોજનાની બલીહારીના દૃશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાઈકલની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ 9 નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાઈકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે આખરે હવે તમામ સાઈકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે. , ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાઈકલ ખરીદવામાં આવી હતી, પરંતુ જે તે સમયે સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે આ સાઈકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે.

શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014-15માં જંબુસર, આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 જેટલી સાઈકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જેની પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી. જેની સામે 1 હજાર રૂપિયાના ભાવે સાઈકલ ભંગારમાં આપવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *