નબીપુર ગામ સ્થિત કુમારશાળા અને કન્યાશાળા મા આજરોજ જીવન કૌશલ્ય અંતર્ગત બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોને વિવિધ કૌશલ્યની માહિતી શાળાઓના શિક્ષકગણ તરફથી અપાઈ હતી. જે અંતર્ગત બાળકોએ પોતાની રૂચિ અનુસાર કૌશલ્યમાં ભાગ લીધો હતો.

જેમાં બાળાઓએ મહેંદી મૂકવી, કેશગુથન, મેકઅપ કરવો, રંગોળી બનાવવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જ્યારે કુમારશાળાના બાળકોએ કપડા ઈસ્ત્રી કરવા, કાચા માલમાંથી વિવિધ ઉત્પાદનો કરવા, દુકાનદારી કરવી જેવી પ્રવૃત્તિઓમાં હિસ્સો લીધો હતો. આ કાર્યક્રમ ધોરણ ૬ થી ૮ સુધીના બાળકો માટે આયોજિત કરાયો હતો. જેનો મુખ્ય હેતુ ધંધા અંગેની સમજ આપી દરેક કૌશલ્યનું મહત્વ સમજાવવાનો હતો. બંને શાળાના આચાર્યોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ બાળકો સાથે શિક્ષક ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો.

સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com