Geo Gujarat News

સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓમાં નર્મદાનું જળ લઈ રવાના

સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કાવડયાત્રીઓ પગપાળા ભરૂચ પહોંચ્યા હતા અને પાવન સલીલા મા નર્મદાનું જળ લઈ સુરત ખાતે શિવજીને અર્પણ કરવા રવાના થયા હતા.

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રાવણ માસમાં કાવડયાત્રાનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે. વર્ષ 1990માં માત્ર 11 કાવડયાત્રીઓ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે 35મી કાવડયાત્રા યોજાઇ હતી જેમાં 250થી વધુ કાવડયાત્રીઓ જોડાયા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *