Geo Gujarat News

ભરૂચથી વડોદરા એકસપ્રેસ હાઇવે પર ખાડાને કારણે કારના ટાયર ફાટતા વાહન ચાલકોમાં ભય.!

ભરૂચ-વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસા દરમિયાન વધુ ગતિએ જતા પહેલા ચેતજો…!! 5 કારના ટાયર ફાટી જતાં જાનહાનિ તો ટળી પરંતુ અગમચેતી રાખવી જરૂરી..

પ્રશાસન તો Alert નહીં કરે પરંતુ અમો તમને એલર્ટ કરીએ છે કે…ભરૂચ-વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસામાં 120 કિમીની ઝડપે જતા પહેલા ચેતજો, 5 કારોના ટાયર ફાટી જતાં સદભાગ્યે કોઈ મોટો અકસ્માત થયેલ નથી. સિમેન્ટ કોન્ક્રીટના હાલમાં જ બનાવેલા કરોડોના એકસપ્રેસ હાઇ- વે પર હાલ જયાં જયાં નાળા આવેલા છે તેમાં કરાયેલ ડામર પેચવર્કનું વરસાદના કારણે ધોવાણ થતાં ખડાઓ નાના મોટા પડી ગયેલ છે ૧૨૦ કિલો મીટર ની ઝડપે જતા વાહનો નાળાનું જયાં પેચવર્ક થયેલ છે ત્યાં વાહનો વોબ્લિંગ થતા ટાયર ફાટી જવાની ઘટના બની રહી છે અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઇ રહી છે.નાળાઓ પર આવશ્યકતા મુજબનું લેવલિંગ નહિ કરવાથી પુરઝડપે દોડતા વાહનો પટકાઈ રહ્યાં છે.કામ ચાલું હોય કે ગમે તે કારણો હોઈ …ત્રણથી ચાર જગ્યાએ પેચવર્કને લઈ લગાવેલા બેરીકેટ પણ વાહન ચાલકો માટે જીખમ અકસ્માતને નોતરે તેવા છે જેથી કરજણ-ભરૂચ વચ્ચે મસમોટા ખાડાને લઈ 5 કારના ટાયર ફાટતાં નવા બનેલા એક્ષપ્રેસ વે ઉપર જવું જોખમ ભરેલું છે. વડોદરા- ભરૂચ નવા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા હોવ તો સાવધાની અચૂક રાખજો. કરજણથી ભરૂચ આવતા મસમોટા ખાડાના કારણે 5 કારના ટાયર ફાટયા હોવાની ઘટના સામે આવી છે.

સદરહુ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે નો ભરૂચ-વડોદરા ભાગ લોકસભાની ચૂંટણી પેહલા જ વાહનચાલકો માટે તેમજ જૂના નેશનલ હાઇવે પર ના ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ખુલ્લો મૂકી દેવાયો છે. જો કે આ 120 કિલોમીટરની રફતારની મજા અપાવતા એક્સપ્રેસ વે પર સિમેન્ટ કોન્ક્રીટનું લેવલિંગ યોગ્ય રીતે નહિ કરાયું હોવાથી હાઇવે બાઉન્સિગ બન્યો છે. આ હાઇવે પરથી 120 કિમીની ઝડપે પસાર થતા વાહનો અનેક જગ્યાએથી ઉછાળાના લીધે અત્યાર સુધીમાં ચાલકે સ્ટિયંરિંગ પરનો કાબૂ ગુમાવવાથી જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળા પર લેવલિંગ તદ્દન ખરાબ હોવાથી NHAI એ અને કોન્ટ્રાકટ એજન્સીએ જાને કે કામગીરીને લીપાપોથી કરીને ડામરીંગ કરી સરફેશને સમતલ કરવા નો પ્રયાસ તો કર્યો છે પરંતુ વરસાદે તેની પોલ ખોલી પાડી છે.

જો કે ચોમાસામાં આ ડામરનું કેટલીક જગ્યાએ કાર્પેટિંગ રૂપે કરાયેલું પેચવર્ક ઘોવાઈ જતા હાલ આ બ્રિજ (નાળા ) ઉપર ઊંડા ખાડા પડી ગયા છે. જેના પરથી પુરપાટ જતા વાહનો પછડાટ ખાવા સાથે ઉછળ કૂદ રહ્યાં છે. આજે કરજણથી ભરૂચ આવવા તરફના ભાગે મસમોટા ખાડાને લઈ 5 કારના ટાયર પણ ફાટી ગયા હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે અન્ય વાહન ચાલકોને સાવચેત કરવા ભરૂચના જ કાર ચાલકે આ અંગે વિડીયો બનાવી અન્ય વાહન ચાલકોને વડોદરા – ભરૂચ એક્સપ્રેસ વે પરથી પસાર થતા જાગૃત લાગણીશીલ વાહનચાલકે કોઈનો પરિવાર અકસ્માતનો ભોગ બને તે હેતુથી સાવચેતી રાખી વાહનો હંકારવા વાહન ચાલકોને પોતાના વાહનની ગતિ નિયંત્રિત કરી સાવધાની રાખવા અનુરોધ કર્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *