Geo Gujarat News

રાજપીપળા: ડીગ્રી કૉલેજના વિદ્યાર્થીઓની “પેરા બેઝિક કોર્સમાં” પસંદગી કરવામાં આવી

શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કૉલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા સ્પોર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ” નિધિ ટંડેલ – (વલસાડ) અને મજગુલ તાહીર – (તલાલા- ગીર.) રાજપીપળા, બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એન.સી.સી. મા રાષ્ટ્રીય લેવલે આયોજિત પેરા બેઝિક કોર્સમાં પસંદગી થયેલ જે અગાઉ “એરબેઝ કેમ્પ આગ્રા” ખાતે તાલીમ રહેશે. વિશેષમાં શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ રાજપીપળા રમતોની સાથે સાથે સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપ એન.સી.સી.માં પણ સારો પ્રભુત્વ ધરાવે છે, જે બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ.એચ.પટેલ, ગુજરાત વ્યામ પ્રચારક મંડળ ના કોર્ડીનેટર ડૉ. કે.જે.ગોહિલ,તેમજ એન.સી.સી. ઓફિસર ડૉ.વિજય ડી. પટેલ અને સારસ્વત સ્ટાફ મિત્રો દ્વારા ઉત્તરો ઉત્તર પ્રગતિ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *