Geo Gujarat News

જંબુસર: શ્રાવણ માસના પ્રથમ સોમવારે કલેકટરે પરિવાર સહિત કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો

આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા બીલીપત્ર કાળા તલ દૂધ સહિતના દ્રવ્યથી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા શિવ મંદિરો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સોળસો ચાર વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાઈ રહી છે શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર પણ થનાર છે.

ભાવિક ભક્તો શ્રાવણનો પ્રથમ સોમવાર હોય મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી આ સહિત ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સહિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *