Geo Gujarat News

ભરૂચ: માંચ સ્થિત હજરત બાલાપીર સરકાર, હજરત અકબરશાહ સરકાર, હજરત ગેબનશાહ સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

ભરૂચના માંચ સ્થિત હઝરત બાલાપીર રહમતુલલા અલયહિ,અકબર શા , ગેબન શા સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફનું ઝુલુસ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ઉપરોક્ત આસ્તાનાઓ પર સલાતો સલમના પઠન સાથે પહોંચ્યું હતું.

આસ્તાનાઓ પર પહોંચી સૈયદ સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સાથે સાથે રોઝા મુબારક પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ઉપસ્થિત અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કર્યા હતા. કુરાન ખ્વાની ,શીજરા શરીફ , સલાતો સલામ તથા દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આવી આ પ્રસંગે અટોદરા શરીફના ગાદીનશીન અઝહરુદ્દીન બાવા તથા ગામની કમિટી તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *