Geo Gujarat News

આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

આમોદ નગર સહિત તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ક્રાંતિકારી આદિવાસી નેતા બિરશા મુંડાના ફોટાને આગેવાનોએ ફૂલહાર ચડાવ્યા બાદ રેલી યોજવામાં આવી હતી.

જેમાં આદિવાસી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હાથમાં તીરકામઠાં અને તીક્ષ્ણ હથિયારો સાથે આદિવાસી યુવાનોએ ડી.જે.ના તાલે સાથે પરંપરાગત નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.આદિવાસી રેલી આમોદના ખેતીવાડી બજાર સામેના ખુલ્લા મેદાનથી નીકળી ચાર રસ્તા, તિલક મેદાન થઈ મામલતદાર કચેરી ખાતે સમાપન થઈ હતી.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *