Geo Gujarat News

ઝઘડીયા: એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર અને કંડક્ટર તિરંગા યાત્રામાં જોડાયા

બસમાં મુસાફરી કરતા નાગરિકોને તિરંગાનું વિતરણ કરી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા અપીલ સમગ્ર રાજ્ય સહિત હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર અને કન્ડક્ટર દ્વારા હાથમાં તિરંગો લઈને અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

“આવો, માતૃભૂમિ પર આઝાદીના રંગો ચમકાવીએ, તિરંગો લહેરાવીને દેશ માટેના પ્રેમને નતમસ્તક કરીએ.આ તિરંગો ફક્ત એક ધ્વજ નથી, તે આપણા શૂરવીરોના બલિદાન અને એકતાનું પ્રતીક છે. આવો, આપણે દરેકના દિલમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવી, તિરંગાને ગૌરવભેર લહેરાવીએ તેવી નેમ સાથે પોતાની ફરજ દરમિયાન કંડક્ટર મિત્રો દ્વારા મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

કાદર ખત્રી, ઝઘડીયા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *