હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્ર સપ્તાહની ઉજવણી કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે ભરૂચ ડેપો દ્વારા આજરોજ નિગમની બસોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તેમજ મુસાફરોને સાથે રાખી બસ સ્ટેશન માં વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લગાવી, મુસાફરોને રાષ્ટ્રધ્વજ વહેંચી બસ સ્ટેશનમાં કર્મચારી ગણ દ્વારા રેલી કરી રાષ્ટ્ર ધ્વજ ના સન્માન માટે લોક જાગૃતિ લાવી અને લોકો નો રાષ્ટ્રપ્રેમ વધે અને તેઓ પણ તેઓના ઘરોની બહાર રાષ્ટ્રધ્વજ ને સન્માનપૂર્વક લહેરાવે તેવા એક સારા સંદેશા સાથે સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ નિગમની બસો પર રાષ્ટ્રધ્વજ લહેરાવી બસો અંતરિયાળ ગામડાઓ સુધી જઈ લોકોમાં સારો સંદેશો પાઠવે તેવા આશયથી એસટી નિગમ દ્વારા રાષ્ટ્રધ્વજ ના સન્માન માટે નાનકડા કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com