‘હર ઘર તિરંગા’ અભિયાનમાં વહિવટીતંત્ર સાથે લોકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા છે. જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને વિના મૂલ્યે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હર ઘર તિરંગા અંતર્ગત આજરોજ ભરૂચ કલેકટર કચેરીએથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.આઈ. પાટીલ અને યુવા વિકાસ અધિકારી દ્વારા ફ્લેગઓફ કરાવ્યું હતુ. આ સાઇકલ રેલીમ નાના બાળકો સહીત સિનિયર સીટીઝન પણ સાઇકલ પર ફ્લેગ લગાવી વંદે માતરમ અને જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા. આ સાઇકલ રેલી ભરૂચ કલેકટર કચેરી થી શરૂ થઈ, રેલવે સ્ટેશન કસક-જ્યોતિનગર પાણીની ટાંકી થઈ કોલેજ રોડ અને ભૃગુ ઋષિ બ્રિજ વગેરે વિસ્તારમાં ફરી કલેકટર કચેરીએ પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રના અનેરા ઉત્સવની ઉજવણીમાં સાઇકલિસ્ટ ગ્રુપના સભ્યો તથા બાળકોએ ઉત્સાહ પૂર્વક જોડાયા હતાં.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com