ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ પ્રેરિત શાળા સંકુલોમાં ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓમાં નિબંધ, કાવ્ય અને ક્વિઝ, ચિત્ર, રંગોળી વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે, જેને પગલે શહેર-જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. ભરૂચ શહેર અને જિલ્લાની શ્રી જય અંબે પબ્લિક સ્કૂલ, શ્રી સ્વામી નારાયણ ગુડ બિલ સ્કૂલ, નારાયણ વિદ્યાવિહાર, શ્રવણ વિદ્યામંદિર અંકલેશ્વર, શ્રી એલ.જે.વિદ્યાલય, હલદરવા, પ્રભાત વિદ્યામંદિર ટનકલ, મરકઝે ઇસ્લામી પ્રા./ માધ્યમિક શાળા અંકલેશ્વર વગેરે શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃતિઓને પગલે શહેર-જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા..

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com