ભરૂચમાં આજથી 18 તારીખ સુધી ચાલનાર રાખી મેળા મહોત્સવમાં ભરૂચની જાહેર જનતા ને બપોરના 12 કલાકથી રાત્રિના દસ કલાક સુધી રાખડી સહિતની અવનવી હસ્તકલાની વસ્તુ ખરીદી શકે તે માટે રાખી મેળાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં હાથ બનાવતી રાખડી સહિત ભાથીગળ હાથશાળા હસ્તકલાનું પ્રદર્શન વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ પોતાની વસ્તુઓનું વેચાણ કરી અને આવક રડી શકે તે માટે આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાખી મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મેળા પ્રારંભ શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારી સવંત કાશ્મીરા,ફિલ્ડ ઓફીસર કલ્પેશ ગેહેલોત સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચની જનતા ને પણ હસ્તકાળ, હાથકળા માટીકામ, ચર્મકામ સહિતના કામોથી માહિતગાર થાય અને એની જનતા ખરીદી કરી મહિલાઓના વિકાસની યાત્રામાં સહભાગી બને.

આ મેળામાં અવનવી વેરાઈટીઓના 50થી વધુ સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેમાં કચ્છી ભરતકામ અજરખ ક્લોક પ્રિન્ટ પેચવર્ક ટાંગલીયા, મશરૂ,કલમકારી કાસ્ટકલા,ટેરા થી બનાવેલ વસ્તુઓનું પ્રદર્શન સાથે વેચાણ માટે મુકવામાં આવ્યા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com