આમોદ શહેર ખાતે આમોદ નગરપાલિકા ઓફિસની બાજુમાં આવેલ આમોદ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે હોમગાર્ડ ઓફિસર યોગેન્દ્રસિંહ પાંજરોલિયાના વરદ હસ્તે તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ પતાગણ વૃક્ષોની વાવણી કરેલ હતી.

વૃક્ષ વાવણી કરવાથી ફાયદાઓ વિશે ઉપસ્થિત હોમગાર્ડ જવાનોને ઓફિસર પાંજરોલિયા સાહેબ દ્વારા માહિતગાર કરેલા હતા. અને વૃક્ષારોપણ બાદ તમામ ઉપસ્થિત હોમગાર્ડ જવાનોને વૃક્ષની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આમ આમોદ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે પરેડની સાથે સાથે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com