Geo Gujarat News

વાગરા: સાયખાની ગ્લોબેલા કંપનીમાં GPCB ની તપાસ, શંકાસ્પદ કલરર્યુકત પાણીન નમૂના લેવાયા

વાગરા તાલુકામાં આવેલ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબેલા કંપની પાસે કાંસમાં કલરયુક્ત પાણી વહેતા જીપીસીબી દ્વારા નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.

સાયખા ગીઆઇડીસીમાં ધમધમતા ઉદ્યોગો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બૂમો ઉઠવા પામી છે. ગતરોજ સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડાયુ હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી.

અને સઘન તપાસ આરંભી હતી. જીપીસીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ બોર્ડ વગરની કંપની બહારથી પસાર થતી વરસાદી કાંસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમિડીયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાંજ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે. ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળા બંધી કરવામાં આવી છે. તયારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબી ની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લ્ખેનીય છે કે કપનીનું નામ નક્કી થયા પછી વાંચી શકાય તેવી રીતે સ્પષ્ટ ભાષામાં તથા ધ્યાન ખેચી શકાય તેવા સ્થાને કપનીના નામનું પાટિયું ન લગાવી ગ્લોબેલા કંપની કાયદાનું પણ ઉલંઘન કરતી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *