Geo Gujarat News

વાગરા: રહિયાદમાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર ગેરેજમાં ઘૂસ્યું, ચારથી પાંચ બાઈકોમાં નુકસાન

ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલા રહિયાદ ગામ નજીક એક ટેન્કર ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં તેનું ટેન્કર બાઇકોના ગેરેજમાં ઘૂસાડી નીચે ખાડીમાં ઉતરી ગયો હતો.જેમાં ગેરેજમાં રહેલી ત્રણથી ચાર બાઇકોને નુકશાન થયું હતું.

 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના કારણે મોટા ટેન્કરો અને ટ્રકો માલસામાન લઈને દહેજ માર્ગ પર આવતા જતા હોય છે.ત્યારે ગતરોજ રાતના એક ટેન્કર ચાલક દહેજ તરફથી જઇ રહ્યો હતો.તે સમયે દરમિયાન તેણે રહિયાદ ગામ નજીક પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર માર્ગની બાજુમાં આવેલ બાઇકોના ગેરેજમાં ઘૂસાડી દેતા દોડધામ મચી ગઇ હતી.

ટેન્કર ગેરેજમાંથી ઘુસીને માર્ગની નીચે ઉતરી ગયું હતું.આ અકસ્માતમાં ગેરેજમાં રીપેરીંગ માટે મુકેલી બાઇકોને નુકશાન થયું હતું.આ ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે સદનસીબે કોઈ જાનહાની નહિ નોંધાઇ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *