Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં વાહનો પર પ્રેસ લખાવી રોફ મારતા બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો.?, તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લામાં પાછલા કેટલાક સમયથી પ્રેસ લખેલા વાહનો ખુબ મોટી સંખ્યામાં દેખાઇ રહ્યા છે. ચર્ચાતી વાતો અનુસાર બોગસ પ્રેસકાર્ડ ધરાવતા કેટલાક લેભાગુ ઇસમો તેમના વાહનો પર પ્રેસ લખાવીને રોફ મારીને ફરતા હોવાની વિગતો જાણવા મળી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હાલ ભરૂચ જિલ્લામાં બોગસ પ્રેસકાર્ડ ધરાવતા કહેવાતા પત્રકારોનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. આવા ઇસમો રોજ સવાર થાય એટલે નીકળી પડતા હોય છે. અને જ્યાં ત્યાંથી રોકડી કરવાની મેલી મુરાદ સાથે ખોટો રોફ જમાવી દાદાગીરી પણ કરતા હોય છે. સામાન્યરીતે આર.એન.આઇ નંબર ધરાવતા સમાચાર પત્રો અને માન્ય ન્યુઝ ચેનલોના સંપાદકો જ પોતાના પ્રતિનિધિઓના ઓળખ પત્રો બનાવી શકે,પરંતું હાલમાં કેટલાક યુટ્યુબ ચેનલો ધરાવતા ઇસમો પણ પૈસા લઇને લોકોને બોગસ પ્રેસકાર્ડ બનાવી આપતા હોવાનું ચર્ચામાં આવ્યું છે. આને લઇને સાચા અને માન્ય પત્રકારોની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી રહી છે,ત્યારે પોલીસ વિભાગ તેમજ માહિતી ખાતું સત્વરે આર.એન.આઇ નંબર વિનાના બોગસ પ્રેસકાર્ડ લઇને ફરતા લેભાગુ ઇસમોને કાયદેસરની કડક કારવાઇ કરે તેવી માંગ પત્રકાર સમુદાયમાં ઉઠવા પામી છે.

આર.એન.આઇ નંબર વિનાના બોગસ વેચાતા આઇકાર્ડ લઇને તોડપાણી કરતા કહેવાતા પત્રકારોની સંખ્યામાં મોટો વધારો..

પત્રકારત્વ એટલે લોકશાહીનો ચોથો આધારસ્તંભ ગણાય છે, ત્યારે પત્રકારત્વના નામને કલંકિત કરનાર અને પત્રકારત્વ નો પ ની પણ જાણકારી વગર બોગસ પત્રકાર બની પૈસા ના જોબ પર પ્રેસ કાર્ડ લઈ રોફ જમાવતા બોગસ પત્રકારોને ઝડપી લેવા તંત્ર અસરકારક ભુમિકા અપનાવે તે કાયદો અને વ્યવસ્થા માટે જરૂરી છે.વળી પ્રેસ લખેલા વાહનો પૈકી ઘણા વાહનોના કાચ પર નિયમ વિરૂધ્ધ કાળી ફિલ્મ લગાડેલ હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે ત્યારે પ્રેસ લખીને પ્રેસ કાર્ડ ના ઓથા હેઠળ હવે સામાજિક પ્રવૃત્તિ કે બેનંબર ના ધંધા તો નથી થતાને,એ બાબતે પણ સઘન તપાસ હાથ ધરાય તે પણ જરૂરી છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *