ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની સંસ્થાના હેડ કવાર્ટર ખાતે ભરૂચ નગરપાલીકાનાં ઉપપ્રમૂખ અક્ષયભાઈ દાજીનાં વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જેએસએસનાં નિયામક ઝ્યનુલ આબેદીન સૈયદ, બોર્ડ સદસ્યો સર્વ જેમાં ઈન્દીરાબેન રાજ તથા કે.કે.રોહીત સાહેબ ,સ્ટાફ સભ્યો, ઉત્થાન ચેરીટેબલ ટ્ર્સ્ટનાં નિતાબેન બારસાખવાલા, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા અને આઝાદીના ઘડવૈયાઓને યાદ કરી સ્મરણાંજલી અર્પણ કરી હતી. આ સાથે જેએસએસમાં માનનીય વડાપ્રધાનનાં સ્કીલ ઈન્ડીયા મિશન હેઠળ PMKVY ૪.૦ તાલીમમાં ઉતીર્ણ થયેલ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા અને વિદ્યાર્થીઓને પોતાના ફિલ્ડમાં આગળ વધી આત્મનિર્ભર બનવા આહવાન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલે કર્યુ હતુ.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com