Geo Gujarat News

આમોદ: નગર સહિત તાલુકામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ

આમોદ નગર સહિત તાલુકામાં આજ રોજ ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.દેશભક્તિના ગીતો સાથે આમોદ નગર ગુંજી ઉઠ્યું હતું.આમોદ નગરપાલીકા ખાતે પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે આન,બાન,શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમોદ નગરનાં વેપારીઓ,પ્રબુદ્ધ નાગરિકો પાલિકા સદસ્યો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.


દેશભક્તિના ગીતો સાથે આમોદ નગર ગુંજી ઉઠ્યું.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અધિકારી ડૉ.કિરણ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.જેમાં પેરા મેડિકલ સ્ટાફ, દર્દીઓ સહિત આસપાસના લોકોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આમોદ પોલીસ મથકે એ.એસ.આઇ શંકરભાઈ બાવજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવાર સહિત પોલીસ જવાનોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.


આ ઉપરાંત આમોદ નગરની વિવિધ શાળાઓમાં પણ ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *