Geo Gujarat News

ભરૂચ: જે.બી.મોદી વિદ્યાલયમાં દબદબાભેર સ્વાતંત્ર પર્વની ઊજવણી કરવામા આવી..

ભરૂચના ઝાડેશ્વર સ્થિત જે.બી.મોદી વિદ્યાલયમાં આજ રોજ ‘વિકસિત ભારત’ થીમ સાથે જોશ અને ઉત્સાહભેર 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અતિથિ વિશેષ તરીકે જાણીતા જર્નાલિસ્ટ ભરતભાઈ ચુડાસમા તથા નેશનલ શૂટર કુમારી ખુશી ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતાં. સ્કૂલના આધારસ્તંભ અને માર્ગદર્શક એવા ટ્રસ્ટી નિક્કી મહેતાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સ્કૂલના હેડ બોય તથા હેડ ગર્લ દ્વારા ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

ત્યાર બાદ રાષ્ટ્રગીતનું ગાન અને ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા માસ ડ્રીલ, એરોબિક્સ ડ્રીલ, ડમ્બેલ્સ, વોન્ડ્સ, લેઝીમ વગેરેના કરતબ તથા પીરામીડ ફોરમેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી ઈન્ટર એક્ટ તેમજ અર્લી એક્ટ ચેરમેન શૈલષભાઈ શાહની હાજરીએ વિદ્યાર્થીઓના ઉત્સાહને વેગ આપ્યો હતો.

દેશની પ્રગતિની ગાથા, સાંપ્રત સમયમાં પ્રચલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલેકે AI ટેકનોલોજીના વિકાસમાં ભારતનું સ્થાન તેમજ AI ટેકનોલજીના ફાયદા અને ગેરફાયદા અંગે તથા આઝાદીની જાળવણી અંગે આપણી નૈતિક જવાબદારી રજૂ કરતી સ્પીચ સાથે દેશપ્રેમ અને દેશભકિતની ભાવના અને જોશ વડે સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.

 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *