દેશમાં હર ઘર તિરંગના અભિયાનના ભાગરૂપે દેશમાં આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુવો ત્યાં દેશ ભક્તિ જોવા મળી રહી છે. શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે.ત્યારે આજે 15 મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી,અર્ધ સરકારી,શાળાઓ,નગરસેવા સદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્ધ્વજને આન બાન સાથે ફરકાવવામાં આવ્યો છે. જેમાં ભરુચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરુચ જીલ્લામાં પણ ઠેર-ઠેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત આમોદ નગર સહિત તાલુકામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. દેશભક્તિના ગીતો સાથે આમોદ નગર ગુંજી ઉઠ્યું હતું. દેશભક્તિના ગીતો સાથે આમોદ નગર ગુંજી ઉઠ્યું હતું. આમોદ બચ્ચો કા ઘર સંચાલિત સ્કૂલમાં મેમ્બર ઓફ ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગરના એડવોકેટ મહંમદ તૌફીક વોરાના હાથે આન,બાન,શાનથી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બચ્ચો કા ધર સંચાલિત સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ હતો. તેમજ સ્કૂલના બીજા બાળકો દ્વારા અનેક અવનવા કાર્યક્મ કરી ઉપસ્થિત મેહમાનો અને શહેરી જનોને મંત્રમુગ્ધ કર્યા હતાં. દેશની આઝાદી અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ વેળાએ શાળમાં ઉત્કૃસ્ત પરિણામ લાવનાર વિધ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ સહિત આસપાસના લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com