Geo Gujarat News

આમોદ: કોલવણા ગામે 15 ઓગષ્ટની ઉજવણી કરાઇ, સરપંચ ઝફર ગડીમલએ ધ્વજારોહણ કર્યું

  • પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલએ ધ્વજારોહણ કર્યું
  • હાઈસ્કૂલમાં માજી આચાર્ય નજીરભાઈએ ધ્વજવંદન કર્યું
  • હાઈસ્કૂલ બિલ્ડીંગના બાંધકામમાં સહકાર આપવા દાતાઓને અપીલ કરવામા આવી..

15 મી ઔગષ્ટ આવતાની સાથેજ લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાગરિકો દ્વારા પોતાના ઘરો ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની વફાદારી,કંઈ કરી છૂટવાની ભાવના ચેહર ઉપર છલકાતી હતી.૧૫ મી ઓગષ્ટની વહેલી સવારથી ભૂલકાઓમાં અને નાગરિકોમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો.શાળાના બાળકો એ ગામ માં પ્રભાત ફેરી કાઢી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગુંજવી નાંખ્યુ હતુ.આધી રોટી ખાંયેગે,દેશકો બાચાએગેના નારા બુલંદ થયા હતા.

કોલવણા પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલએ ધ્વજારોહણ કર્યું
કોલવણા પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલએ ધ્વજારોહણ કર્યું

કોલવણા ગામની પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલ એ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રભાવના બતાવી હતી.આઝાદી અમર રહો ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. કોલવણા હાઈસ્કૂલ માં માજી આચાર્ય નજીરભાઈના હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.હાઈસ્કૂલ ના ચાર ક્લાસમાં સ્માર્ટ બોર્ડ મહાનુભાવો ના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ક્લાસમાં તેમજ અન્ય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાઈસ્કૂલ બિલ્ડીંગના બાંધકામમાં સહકાર આપવા દાતાઓને અપીલ કરવામાં આવી..

આ પ્રસંગે ઉપસ્થિત લોકો અને દાતાઓને હાઈસ્કૂલ બિલ્ડીંગ ના બાંધકામ કાર્યમાં દાન આપવા અપીલ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં તલાટી અશરફભાઇ, હાઈસ્કૂલના પ્રમુખ અબ્દુલભાઇ ગોઇડ,અગ્રણી ગુલામ મુસા,માજી ચેરમેન સુલેમાન ઉઘરાદાર,ડે. સરપંચ નશીમબેન,શબ્બીરભાઈ વટાણીયા,શાયરાબેન,ટ્રસ્ટી મંડળ,પંચાયતના સભ્યો, આચાર્ય,શિક્ષક ગણ તેમજ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *