Geo Gujarat News

ભરૂચ: “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે ઓનલાઈન પોર્ટલ પર નોમીનેશન કરવા અનુરોધ કરાયો

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PBRBP) ૨૦૨૫ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોને “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” આપવામાં આવે છે. જેમાં બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં મેડલ અને રૂપિયા એક લાખ તથા પ્રશંસનીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે ૦૫ વર્ષથી વધુ ઉંમરના હોય અને ૧૮ વર્ષથી વધુ ન હોવા જોઇએ. અને શ્રેષ્ઠ પ્રદર્શન / સેવા છેલ્લા વર્ષમાં કરેલ હોય તે અંગે આધાર – પુરાવા સાથે તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં નોમીનેશન આપેલ લીંક https://awards.gov.in/Home/AwardLibrary ઉપર કરાવવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાશે. વધુ વિગત માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ બી- વીંગ ગ્રાઉન્ડ ફ્લોર જુની કલેકટર કચેરી કણબીવગા ભરૂચ – ૩૯૨૦૦૧ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *