Geo Gujarat News

આમોદ: તબીબોએ દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને ટેકો જાહેર કર્યો

કોલકાતાની મેડીકલ કોલેજમાં રાત્રી ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કર્યું હતું. જે જઘન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારત ભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું.જેથી આજ રોજ મેડીકલ પેરા મેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના નાયબ મામલતદાર મુનાફ પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિયશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

મામલતદારને આવેદનપત્ર આપી જઘન્ય કૃત્ય કરનારા આરોપીઓને કડક સજાની માંગ કરી..

જેમાં એસોસિયેશનના પ્રમુખ ડૉ.જે.એસ.બુખારી, સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ સહિત ડૉ.જોફિના બુખારી,ડૉ.મનુભાઈ પારેખ,ડૉ.તસ્લીમા, ડૉ.એઝાઝ ડભોયા ડો.અતીક ડભોયા સહિત તબીબો હાજર રહી રહ્યા હતા. અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *