Geo Gujarat News

અંકલેશ્વર: GIDCની કેમિકલ લીકેજની ઘટના મામલે કંપની બહાર દોડધામ મચી, સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહિ..

  • કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં બની ઘટના..
  • પ્લાન્ટની બહાર તરફ વછૂટતો ધુમાડો નજરે પડ્યો..
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલની ટીમને કોલ અપાયો..
  • સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહિ..

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝમાં શનિવારે 17મી તારીખે બપોરના સુમારે ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પ્લાન્ટમાંથી કેસરી રંગના ધુમાડાના ગોટેગોટા અંકલેશ્વરના આકાશમાં છવાઈ જતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, પ્લાન્ટમાંથી વીક નાઈટ્રિક એસિડ ગેસ લીક થયું હોવાનું સામે આવ્યું છે, જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી બહાર પડાઈ ન હતી. ઘટનાના અનુસંધાને અંકલેશ્વર મામલતદાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનો ચિતાર લીધો હતો. સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલાં લેતા સ્થાનિકોને સુરક્ષિત રાખવા માટેના પ્રયાસો કર્યા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ તાત્કાલિક હરકતમાં મૂકાઈ હતી. સદનસીબે, ગણતરીના સમયમાં લીકેજને બંધ કરીને પરિસ્થિતિને કાબૂમાં કરી લેવામાં આવી હતી. જોકે હવામાં પ્રદૂષણનો કયો સ્તર છે, કેટલાં લોકોને તેની અસર થઈ છે અને તેનું કેટલું નુકસાન થઈ શકે છે વિગેરેની જાણકારી તો સમગ્ર તપાસને અંતે જ ખબર પડશે. અંકલેશ્વરમાં સમયાંતરે બનતી ઝેરી ગેસ લીકેઝ્ની ઘટનાથી આસપાસના રહેણાક વિસ્તારોમાં અને ત્યાના રસ્તાઓ પર અવાર – જવર કરતાં વાહનચાલકોમાં પણ આંખોમાં બળતરા થવાથી અકસ્માતનો પણ ભય રહે છે ત્યારે ભરૂચ ને લીવેબળ ભરૂચ અને ભવ્યાતી ભવ્ય ભરૂચ નો દરજ્જો આપવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સતર્કતાના પગલાં ક્યારે લેશે…? નાગરિકોને તેમજ કંપનીના સેફટી એવેર્નેસ બાબતે પણ સમયાંતરે ચકાસણી કેમ થતી નથી.?

પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો..
પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો..

ઉલ્લેખનીય છે, કે ભરૂચ જીલ્લામાં અનેક વિધ પ્રકારના ઔદ્યોગિક એકમોએ મૂડી રોકાણ કર્યું છે પરંતુ તેની સામે સમયાંતરે ભરૂચના નાગરિકોને જળ, જમીન અને વાયુ પ્રદુષણ નો ભોગ બનવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે જેમાં સરેઆમ ચોમાસાનો ગેર લાભ ઉઠાવીને પ્રદુષિત પાણી, છોડવાનો ક્રમ ઘણા વર્ષોથી કેટલીક કંપનીઓ તક ઝડપીને બેઠી હોય છે સાથે સાથે વરસાદી માહોલમાં વાયુ પ્રદુષણ પણ નાગરિકોને સતાવી રહ્યા છે. ઝેરી વાયુ લીકેજ થતો રહે છે અને તેમાં નાગરિકોને આંખોમાં, ગાળામાં બળતરા થવી, ગુંગળામણ અનુભવાતી રહે તેમજ શ્વાસોશ્વાસમાં ભારે તકલીફ થતી હોય છે. ભરૂચ જીલ્લામાં ખાસ કરીને અંકલેશ્વર અને દહેજ જી,આઈ,ડી.સી. વિસ્તારમાં સમયાંતરે ઝેરી ગેસ લીકેજ થવાની ઘટનાથી જીલ્લાના નાગરિકોમાં દહેશત વર્તાઇ રહી છે. મહદ અંશે ચોમાસા દરમિયાન એન્ક્વિધ કંપનીઓ દ્વારા જ હવામાં ગેસ છોડવાની પ્રક્રિયાથી જીલ્લાના નાગરિકોને ગુંગળામણ તેમજ આંખ અને ગળામાં બળતરા અનુભવાતી રહી છે ત્યારે એર પોલ્યુશન કંટ્રોલ ઓથોરીટી અંતર્ગત તેની ચકાસણી કેમ થતી નથી? જેવી લોકચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલની ટીમને કોલ અપાયો
ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલની ટીમને કોલ અપાયો

સ્થાનિકોને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ આ વિશે જાણકારી આપવામાં આવી હતી. જોકે સદનસીબે ગણતરીના સમયમાંજ લિકેજને બંધ કરી આ ગેસ લીકેજ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

નોંધનીય છે, કે ભરૂચ જીલ્લામાં ૧૫ મી ઓગસ્ટ ણા દિવસે જ જીલ્લા સમાહર્તાએ ધ્વજ વંદન કરતાં તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે… “ભરૂચ ને હવે આપણે ભવ્યાતી ભવ્ય બનાવવાનું છે..!” તો શું આ રીતે જળ, જમીન અને વાયુ પ્રદુષણ થી બનશે…? નાગરિકોના માનવા અધિકારોનું હનન કરનાર ઉદ્યોગીઓને નિયંત્રિત કરવામાં નહી આવે તો “ભરૂચને લીવેબલ” તો ના બનાવી શક્યા, પરંતુ હવે તે ભવ્યાતી ભવ્ય પણ બની શકેશે કે કેમ.? તે પ્રશ્ન પણ જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *