Geo Gujarat News

ભરૂચ: ઝાડેશ્વર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેન્ટર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય

ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 500 થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા બ્રહ્માકુમારીઝ ની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસનમુક્તિ માટેની ભેટ લીધી હતી. ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની આજે ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિ ના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે 500 થી વધુ ભાઈ-બહેનો ઉજવણીમાં જોડાયા હતા આ પ્રસંગે પ્રભાદિદિ એ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી ભાઈ ને તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતા નામાં રહેલી બુરાયો પર વિજય મેળવવા રક્ષાબંધન પર ભાઈ નુ મોરુ મીઠું કરવા પાછળ નું કારણ કે ભાઈ મીઠાઈથી મીઠું બોલવાનો આશયે રહેલો છે બ્રહ્માકુમારીઝ ની બહેનોએ ભાઈઓને રક્ષાબંધન બાંધી તેમની પાસેથી વ્યસન મુક્ત થવા ના સંકલ્પની ભેટ લીધી હતી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ પ્રભાદિદિ અનીલાદિદિ હેતલ દીદી નીમા દિદિ ટીકુ દિદિ જહું દિદિ સહિતની બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપરથી રહ્યા હતા તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા વાગરા સહિત વિસ્તારના બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયો કાર્યક્રમમાં જોડાયા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *