Geo Gujarat News

વાગરા: પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકીંગની કાર્યવાહી, અનેક વાહન ચાલકો દંડાયા

વાગરા ખાતે રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ વાગરા પોલીસ દ્વારા વાહન ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વાગરા નગર ખાતે આવતીકાલે રક્ષાબંધનના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ છે. ત્યારે બજારોમાં ભીડ સહિત લોકોના આવાગમનની ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં તહેવારની આડમાં અનિચ્છનીય ઘટના ન સર્જાય કે કોઈપણ પ્રકારે સુરક્ષા વ્યવસ્થામાં ચૂક ન સર્જાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા સતત પ્રજાના હિતમાં કામગીરી કરવામાં આવી રહી છે.

તયારે આજરોજ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ હનુમાન ચોકડી, જીઇબી ચોકડી તેમજ બજાર અને ડેપો સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર 3 થી 4 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસની ચુસ્ત કામગીરીથી ગેરકાયદેસર કૃત્યો કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *