Geo Gujarat News

વાગરા: ભેરસમ નજીકથી ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી, પોલીસે મૃતેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી

વાગરા તાલુકાનાં ભેરસમ ગામની સીમમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં અજાણ્યા ઇસમની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વાગરા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લામાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બેરોજગારી, ધંધામાં મંડી, વ્યાજે લીધેલા રૂપિયા, ઘર કંકાસ સહીત લોનના ભરડામાં ફસાયેલા લોકો જીવનલીલા સંકેલી મોતને વ્હાલું કરતા હોવાના અનેકો કિસ્સાઓ છાસવારે સામે આવતા હોઈ છે. ત્યારે આપઘાતનો વધુ એક કિસ્સો વાગરા તાલુકામાંથી સામે આવ્યો છે.

ગળે ફાંસો ખાઈ ઇસમે જીવનલીલા સંકેલી 

બનાવ અંગે પ્રાપ્ત થતી માહીતી મુજબ આજે સવારે 8 વાગ્યાના સુમારે ભેરસમ ગામની સીમમાં લીમડાના ઝાડ ઉપર એક ઇસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોવા મળી હતી. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ભેરસમથી સાયખા તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરમાં ઝાડ ઉપર લટકતી લાશની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ આવી પહોંચી લાશને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી બાદ મૃદેહને કલરટેક્ષ કંપનીની એમ્બ્યુલન્સ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.

ગામમાં શોકનો માહોલ છવાયો..

બનાવવાળી જગ્યાએથી મૃતકના ચપ્પલ મળી આવ્યા હતા. યુવકે કારણોસર આપઘાત કર્યો છે. તે જાણવા પોલીસ તપાસ કરી રહીં છે. મરણજનાર ઇસમ ભેરસમ ગામનો ખોડાભાઇ ધુરાભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે પરિવાર સહીત ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

આપઘાત પાછળનું કારણ અકબંધ..

મરણજનાર ઇસમે કયા કારણોસર આપઘાત કર્યો છે. તે જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ કરાવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *