આહીર સમાજના કેટલાક યુવાનો પગપાળા માતાજીના દર્શને આવે છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ગંધાર ગામે આહીર સમાજના કુળદેવી બીલીયાઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચૌદસની ઉજવણી કરવામાં આવી હતી. સવારથીજ માતાજીના મંદિરે પૂજન અર્જન શાંતિયજ્ઞ મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી લાઇટિંગથી ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહીર સમાજના લોકો શ્રાવણ સુદ ચૌદસના દિવસે ગંધાર ગામે આવેલા બીલીયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે. તથા મંદિર પરીષદમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

કેટલાક લોકો તો જિલ્લા ભરમાંથી માતાજીના મંદિરે પગપાળા માતાજીના દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજન અર્ચન અને માતાજીનો જાગરણ ભજન સત્સંગ કીર્તન શહિતના કાર્યક્રમો યોજાય છે. જેમાં ખૂબજ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો જોડાય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com