Geo Gujarat News

અંકલેશ્વર: કસાઇવાળના એક મકાનમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

આજરોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં અંકલેશ્વર શહેરના કસાઈવાળમાં આવેલ એક મકાનની અંદર આગે દેખા દેતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો.આગે દેખા દેતા પ્રથમ તો સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવા બનતી કોશિશ કરવામાં આવી પરંતું જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ભયભીત બન્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આગ લાગવાના કારણમાં એર કન્ડિશન અને ઇન્વેટરની અંદર શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન થાય છે,જોકે આગની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની નહિ થતા સહુએ રાહત અનુભવી હતી. પરંતું આગ લાગવાની આ ઘટનામાં મકાન તેમજ તેમાંનો સામાન ભસ્મીભુત થતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.આગની જાણ થતા વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સંભવિત મોટી દુર્ઘટના અટકાવવા આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.

ફાયરફાઇટરોએ ભારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉપરાંત નગરપાલિકા ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે..

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *