ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.એહમદ પટેલના 75 માં જન્મ જયંતિ નિમિત્તે તેમના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તેમની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

ભરૂચ જિલ્લા પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વ.એહમદ પટેલની આજે 75 મી જન્મ જયંતી છે. તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોક સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા.પરતું કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યાં હતા.જોકે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પણ તેમ છતાંય તેમની યાદો હજીય લોકોના દિલોમાં તાજી છે.ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 22 મી ઓગસ્ટના રોજ તેમના 75 માં જન્મ જયંતીની ઉજવણી તેમનાં પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતમાં યોજાયો હતો.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.એહમદ પટેલના ફોટાને પુત્રી મુમતાઝ પટેલ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ હરીશ પરમાર, મીડિયા પ્રવક્તા પરીમલસિંહ રણા,મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા,જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત,અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.મુમતાઝ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કામોને યાદ કરીને આજેય મેડિકલ કેમ્પો સહિતના સેવાના કામોના આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com