પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજ રોજ આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી આમોદ ખાતે વીજ અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી ભગવાન સત્યનારાયણની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભક્તિમય વાતાવરણમાં વીજ કંપનીના સર્વે કર્મચારી સાથે અધિકારીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો.

વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા પોતાની તથા પરિવારની સલામતી અને સુખ શાંતિ માટે ઉલ્લાસમય વાતાવરણમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.કથા શ્રવણ બાદ વીજ કર્મચારીઓએ શ્રઘ્ધાપૂર્વક આરતી બાદ પ્રસાદનો લાભ લીધો હતો.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com