ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ પર વરેડિયા નજીક ભૂખી ખાડી પાસે આજે સવારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.

જેની જાણ પાલેજ પોલીસને થતા વરસતા વરસાદમાં પાલેજ ટ્રાફિક પોલીસ, જીઆરડી તેમજ ટી આર બી ના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર મસમોટા ખાડા પડી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ચોમાસામાં વરસાદ વરસતા અવારનવાર વરેડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે. તો તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવા વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com