ભરૂચના પાલેજ નગરના ઓલ્ડ સાંસરોદ રોડ પર વિમ કોમ્પલેક્ષ કમ્પાઉન્ડમાં આવેલું ગુલમહોરનું વૃક્ષ ભારે પવનમાં ધરાશાયી થઇ ગયું હતું. બે દિવસથી વરસાદી માહોલની વચ્ચે વાતાવરણ ટાઢુંબોળ થવા પામ્યું છે.

સાથે સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે પાલેજ મધ્ય વિસ્તારમાં આવેલા વિમ કોમ્પલેક્ષ કમ્પાઉન્ડમાં એક વૃક્ષ ભારે પવન અને વરસાદની ઝીંક ન જીલી શકતા ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષ ધરાશાયી થયું ત્યારે કોઇ વાહન પસાર થતું ન હોવાથી મોટી ઘટના ટળી જવા પામી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com