Geo Gujarat News

કરજણ: કિયા ગામ નજીક ટ્રકમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી જતા હાશકારો

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૪૮ પર પાલેજ અને કરજણ વચ્ચે આવેલા કિયા ગામ નજીક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ સાંજે ૮ વાગ્યાના અરસામાં કિયા ગામ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર ટીમને થતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી સતત બે કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં ટ્રકને ભારે નુક્સાન થવા પામ્યું હતું. કોઇ અગમ્ય કારણસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *